Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના કુલ 4 જળાશયો અંગે તંત્ર દ્વારા ચેતવણી સંદેશ આપવામાં આવ્યા છે, જેમાં આજી-4, ઉંડ-1, ફૂલઝર અને ફોફળ ડેમનો સમાવેશ થાય છે. આજી-4 ડેમના 16 દરવાજા અગાઉ 2.7 મીટર ખોલેલા હતાં જેમાં આજે સવારે 6 વાગ્યે વધારો કરીને હવે 14 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે. અંબાલા, મોરાણા, તારાણા, હરિપર, બાલંભા સહિતના ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઉંડ-1 ડેમ ખાતે 2 દરવાજા 2.4 મીટર ખોલેલા હતાં તેમાં સવારે 05-20 કલાકે ઘટાડો કરી આ દરવાજા 1.8 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. હમાપર સહિતના ગામો નીચાણવાળા વિસ્તાર તરીકે છે. જામજોધપુરના ગીંગણી નજીકના ફૂલઝર ડેમના 2 દરવાજા 3 મીટર ખોલેલા હતાં, હવે 4 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા. આ ઉપરાંત કાલાવડના ગુંદા નજીકનો ફોફળ-2 ડેમ ઓવરફલો થઈ ગયો છે.
