Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં નોન-આલ્કોહોલીક બીયરના નામે બીયર-બારો ધમધમી રહ્યા છે અને ઘણી જગ્યાએ બીયર-બારની આડમાં આયુર્વેદિક આલ્કોહોલીક સીરપની આડમાં નશીલા બીયર જેવા લાગતા પ્રવાહીનું વેંચાણ કરીને બેરોકટોક આવા ધંધા ચાલી રહ્યા છે, ત્યારે રાજકોટમાં જેતપુર ખાતેથી SOGની ટીમે આવા બીયર-બાર અને પાનની દુકાન પર દરોડા પાડીને ૯૧ જેટલી નશીલી સીરપની બોટલ કબ્જે કરીને બે શખ્સોની ધરપકડ કરી બીયરને નામે ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે,
જાણવા મળતી વિગત પ્રમાણે જેતપુરના સરદાર ચોકમાં બીયર-બાર ચાલતું હતું, આ બીયર-બારના માલિકે યુવાનોને નશો કરવા માટે રસ્તો શોધી કાઢીને આયુર્વેદિક દવામાં આલ્કોહોલનું પ્રમાણ ૧૧% હોય તેવી સીરપના નામે યુવાનોને બીયર જેવુ લાગતું પીણું પીરસવામાં આવતું હતું અને યુવાનોને પણ મજા આવતી હતી, આ વાતની જાણ રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને થતા દરોડા પાડીને આ બીયર-બારનો ભાંડફોડ કર્યો છે અને સાથોસાથ અન્ય એક પાનની દુકાનમાંથી પણ ૪ બોટલ મળીને કુલ ૯૧ બોટલ સાથે બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.