Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં દારૂબંધી છે, પાડોશી રાજ્ય મુંબઈમાં છૂટ છે, માટે જ કેટલાક લોકો મુંબઈ જઈને પણ નશાની મજા માને છે, જામનગરના ત્રણ યુવકો મુંબઈ કોઈ કામથી ગયા હશે અને બાદમાં પરત આવતી વખતે સાથે 9 નંગ બાટલી પણ લેતા આવ્યા પણ આ ગંધ જામનગર પોલીસને આવી ગઈ અને ત્રણેય સામે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જામનગર તાલુકાના વાવબેરાજા ગામની સીમ વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીગમાં હતા દરમ્યાન..
સ્ટાફના દોલતસિહ જાડેજા તથા સુરેશભાઇ માલકીયાને મળેલ હકિકત આધારે મુંબઇ થી એર ઇન્ડીયા એર લાઇન્સમા જામનગર એરપોર્ટ ખાતે ઉતરેલ રાહુલ મનોહરભાઇ રોહેરા રહે એ-8 મહાવિર એપાર્ટમેન્ટ જામનગર, વિજય મોહનભાઇ કટારમલ રહે.દિગ્વિજય પ્લોટ 58 જામનગર, નુરમામદ સાજીદભાઇ રાજકોટીયા રહે.બર્ધનચોક મુલ્લામેડી જોષીફળી જામનગર વાળા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-9 કિ.રૂ.17000 તથા 5 મોબાઇલ ફોન જેની 2,30.000 મળી કુલ 2,47,000 ના મુદામાલ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.