Mysamachar.in-વલસાડ:
વલસાડ જિલ્લાની પારડી પોલીસે વિદેશી દારૂ સાથે થાઈલેન્ડની પાંચ યુવતીઓને ઝડપી પાડી છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચેય યુવતીએ ફરવા માટે આવી હતી. પાંચેય યુવતીએ દમણથી ફરીને પરત ગુજરાત આવી રહી હતી. આ દરમિયાન તેમની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી.આ મામલે પારડી પોલીસે કાર્યવાહી કરી છે. દમણથી સાથે લાવેલી વિદેશી દારૂની બોટલો સાથે પારડી પોલીસે આ પાંચેય વિદેશી યુવતીઓને ઝડપી લીધી હતી. તમામ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતની હદમાં પ્રવેશતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનની કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગમાં હતી. આ દરમિયાન દમણ તરફથી આવી રહેલી એક ઇકો કારને પોલીસ અટકાવી હતી. પોલીસે કારને રોકી અંદર તપાસ કરતાં કારમાં પાંચ વિદેશી યુવતીઓ સવાર હતી.
ચેક પોસ્ટ પર પોલીસે કાર અને તેમની પાસે રહેલી બેગની તલાસી લેતા યુવતીઓ પાસે રહેલી બેગોમાંથી મોંઘી બ્રાન્ડની આઠ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે બાદમાં પોલીસે આ તમામ યુવતીઓની અટકાયત કરી હતી.પોલીસ તમામ યુવતીઓને પોલીસ સ્ટેશન લાવી હતી. પાંચેયની પૂછપરછ કરતા યુવતીઓ થાઇલેન્ડ મૂળની હોવાની માહિતી મળી હતી. તમામ યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી અને દમણ સહેલગાહે આવી હતી. અહીં ખાવા-પીવાની મોજ કરીને દમણથી પરત ગુજરાત આવી રહી હતી.પોલીસ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલામાં 40 હજારનો વિદેશી દારૂ અને કાર સહિતને જપ્ત કરી છે.