Mysamachar.in-જામનગર:
જામનગર પંચકોષી એ ડિવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક ટ્રક દારૂનો આવ્યો છે અને તેનું કટિંગ થવાનું છે તેવી માહિતી પરથી પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.શેખ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ ભરતસિંહ જાડેજા, ચેતનભાઇ ઘાઘરેટીયા અને પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અને હરદેવસિંહ મંગળસિંહ ઝાલાનાઓને સંયુક્ત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે….
જામનગર નજીક આવેલ નાના થાવરીયા ગામની સીમમાં આવેલ ભરતસિંહ લાખાજી જાડેજાની વાડીમાંથી ઇંગ્લીશ દારૂની કટીંગ ચાલુ હોય તેવી હકીકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા પોલીસના વાહનોની લાઇટ દુરથી જોઇ જતા તમામ આરોપીઓ પોત પોતાના વાહનો સ્થળ પર મુકી નાશી ગયા હતા, જેથી હકીક્ત વાળી જગ્યાની ઝડતી તપાસ વાડીમાં આવેલ રહેણાંક મકાનની બાજુમાં એક ટ્રક જેના રજી.નં- GJ 10 2 6509 તથા બોલેરો પીકઅપ ગાડી GJ 03 BY 7410 તથા એક એક્સેસ સહીત ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંન્ડની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૧૭૮૪ કિ.રૂ.૧૭,૨૫,૬૦૦/- તથા દારૂના જથ્થામાં ઉપયોગમાં લીધેલ ટ્રક તથા બોલેરો પીકઅપ ગાડી તથા એક્સેસમળી કુલ કિ.રૂ.૩૮,૪૩,૬૦૦/-ના મુદામાલ પકડી પાડી આગળ કાર્યવાહિ હાથ ધરેલ છે. કેસમાં આરોપી તરીકે વાડી માલીક ભરતસિંહ લાખાજી જાડેજા રહે-નાના થાવરીયા, ટ્રક ચાલક, બોલેરો પીકઅપ ગાડીનો ચાલકના નામો પણ ખોલવામાં આવ્યા છે.
