Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદમાં ગતરાત્રે શિવરંજની નજીક થયેલા હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત થયું છે. આ બનાવમાં ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કાર માલિક પૂર ઝડપે કાર હંકારી રહ્યો હતો. સીસીટીવી પરથી લાગી રહ્યું છે કે બે કાર વચ્ચે મોડી રાત્રે રેસ જામી હતી. જેમાં પાછળના કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ધડાકાભાર ફૂટપાથ સાથે અથડાઈ હતી અને એ બાદ અફરાતફરી મચી જાય છે.