Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં ટેકાના ભાવે ચાલી રહેલ મગફળીની ખરીદી અંગેની માહિતી તેમજ ખાતરની અછતની ચાલી રહેલ વાતો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. રાઘવજી પટેલે કહ્યું રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરવાનું શરૂ કર્યું છે. અઠવાડિયામાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણું પણ થઈ રહ્યું છે.અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના જે 4 જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું એના માટે કિસાન રાહત પેકેજ જાહેર કરાયું હતું. 23 તાલુકાના 682 ગામના ખેડૂતોને લગભગ 587 કરોડના અંદાજિત ખર્ચવાળી રાહત પેકેજનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડની રકમ ખેડૂતોને સીધી રકમ ખાતામાં અપાઈ છે. આ રીતે રાજ્ય સરકારની ખેડૂતોને મદદૂપ થવાની નીમ વ્યવસ્થિત રીતે થઈ રહી છે.
રાઘવજી પટેલે વધુમાં કહ્યું કે મગફળીના ટેકાના ભાવમાં હાલ તો વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે. પરંતુ ક્યાંય ગેરીરિતી જણાશે કે હશે તો તેવા વ્યક્તિઓ પર પાસા હેઠળ કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવશે. રવીપાકની સિઝનમાં ખાતર મળી રહે એવા પ્રયાસ રાજ્ય સરકારનો રહેશે. રાજ્ય સરકારે કેન્દ્રમાં જે ખાતરની જરૂર હતી એની ડિમાન્ડ મૂકી હતી તે ખાતરની પૂરતી થઈ છે, હાલ રાજ્યમાં ખાતરની કોઈ સમસ્યા નથી. બીજી બાજુ ખાતરના કાળા બજારી કોઈના દ્વારા ના કરવામાં આવે તેવા પણ પ્રયત્ન રહેશે.રાજ્યના ખેડૂતોને ખાતરનો જથ્થો હોવા છતાં ના આપે અથવા કાળા બજારી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાસા હેઠળ કાર્યવાહી કરીને તેની સામે નિયમ મુજબ 7 વર્ષની સજાની જોગવાઈ છે એ મુજબ પગલાં ભરીશું.
મગફળીની ખરીદી મામલે દરેક ખેડૂતને 20 હજાર રૂપિયાની મર્યાદામાં રાજ્ય સરકાર મદદ કરી રહી છે. સરકારે ટેકાના ભાવે મગફળી એટલે ખરીદી કેમ કે 20 કિલોના 1100થી ઓછા ભાવ ના મળે અને આર્થિક નુકસાન ના થાય. ઇતિહાસમાં ના મળ્યા હોય તેવા મગફળીનો ભાવ આ વર્ષે મળ્યા છે. કાલે જામનગર યાર્ડમાં 1600ના ભાવે મગફળી વેચાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું
રાજ્ય સરકારે રવીપાકના વાવેતર માટે ખાતરની માંગ કેન્દ્ર સરકાર પાસે કરી હતી. જેમાં યુરિયા 13 લાખ 50 હજાર ટન સામે 12 લાખ 50 હજાર ટન ખાતરનો જથ્થો મંજુર કરાયો છે. જ્યારે ડીએપી ખાતરમાં 3 લાખ સામે 2 લાખ 50 હજાર ટન ખાતરનો જથ્થો મંજુર કરાયો છે.અને ખાતરનો પુરતો જથ્થો હોવાનું પણ તેમને સ્પષ્ટ કર્યું છે.