Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. એવામાં રાજ્યના હવામાન વિભાગે આજે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસે ભારથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદમાં હવળાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, “આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે.આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.
મોટાભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.ગુજરાત રિઝનમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.