Mysamachar.in-રાજકોટ:
આમ તો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમા એકેય ગલી કે ગામ એવું નહિ હોય જ્યાં તમને લોકો ધુમ્રપાન કે માવો ચોળતા જોવા ના મળે..ત્યારે ખાસ તો યુવાઓમાં વધી રહેલા કેન્સરનું પ્રમાણ નાની ઉમરે મોતને ભેટી રહ્યું છે,અને કેટલાય પરિવારો વ્યસનને કારણે પોતાના વ્હાલસોયાને ગુમાવી રહ્યા છે,
ત્યારે ગુજરાતમાં પાનના શોખીનો માટે અલગ અલગ પ્રકારના પાન મળે છે. પણ, ગુજરાતના રંગીલા માનવામાં આવતા રાજકોટ શહેરમા એક એવો પાનનો ગલ્લો શરૂ થયો છે,જે ખરેખર જે અનોખો બની જવા પામ્યો છે,આ પાનના ગલ્લાના નામમાં જ અનોખું આકર્ષણ છે. આ પાનના ગલ્લાનું નામ છે કેન્સર પાન હાઉસ. સ્વાભાવિક કેન્સર પાન હાઉસ સાંભળીને લોકોને એમ થાય કે વળી આવું તે નામ હોતું હશે…પણ રાજકોટમાં આ વાસ્તવિકતા છે.
આ વાસ્તવિકતા એટલા માટે છે કે આ ગલ્લાના માલિક મોહિત પોપટના મિત્રનું વ્યસનના કારણે થોડાસમય પૂર્વે મોત નિપજ્યું હતું, જે મોહિતને મનોમન લાગી આવ્યું હતું. જેને લઈને આ યુવકે અનોખા નામ અને થીમ સાથે કેન્સર પાન હાઉસ શરૂ કર્યું છે,કેન્સર હાઉસ પાનના ગલ્લા પર આવનાર ગલ્લે પાનનો માવો ખાવા આવે તે પહેલા આ ગલ્લામાં કામ કરતા લોકો દ્વારા ગ્રાહકને સમજાવે છે કે,તમાકુ ખાવાથી તમને કેન્સર થઇ શકે છે અને સાથે જ સ્વાસ્થ્યને નુકશાન ન થાય તેવા અવનવી ફ્લેવરના પાન અને ફાકી આરોગવા માટે સમજણ આપવામાં આવે છે,રાજકોટના યુવકે કેન્સર હાઉસ પાનની દુકાન ખોલી 20 લોકોને વ્યસન મુક્ત પણ કર્યા છે,જે સરાહનીય વાત પણ છે,
રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલ આ પાનના ગલ્લાની થીમ કેન્સર આધારિત બનાવવામાં આવી છે. આ અનોખા પાનના ગલ્લાની મુલાકાત મોટી સંખ્યામાં લોકો દિવસભર આવે છે. અહી તમાકુ અને સોપારીવાળા પાન અને માવા ના આરોગવા તેમજ સિગારેટ ન પીવા માટે સલાહ આપવામાં આવે છે. લોકો પાન પાર્લરની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
કેન્સર પાન હાઉસ જેની સુઝબુઝ છે તે પાનપાર્લર વિશે પાન ગલ્લાના માલિક મોહિત પોપટ જણાવે કહે છે કે કેન્સર નાબૂદી માટેની આ ઝુંબેશમાં વધુમાં વધુ લોકો જોડાય અને વ્યસન છોડે તે અતિઆવશ્યક છે. કારણ કે, વ્યસનને લીધે જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની સાથે તેનો પરિવાર પણ ભાંગી પડે છે. ત્યારે 5૦૦ વ્યક્તિને વ્યસન મુક્ત કરાવવાનું સપનું સેવીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.