Mysamachar.in-સુરત:
સંતાનો ઉંમરલાયક થયા બાદ હવે માતા-પિતાએ ખાસ કાળજી લેવાનો સમય પાકી ગયો છે.પાછળથી સંતાનોની ભૂલના કારણે પસ્તાવાનો વારો ન આવે તે માટે ખાસ કરીને યુવતીઓની દરેક માતા-પિતાએ કાળજી લેવાની જરૂર છે,નહિતર સુરતમાં યુવતી સાથે બનેલ આ બનાવનો દરેકએ બોધપાઠ લેવો પડશે,
વાત જાણે એમ છે કે,સુરતના વરાછા વિસ્તારમાં ત્રિકમનગરમાં રહેતી ચાંદની(નામ બદલ્યું છે)નામની ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીને પાડોશમાં જ રહેતા સોની યુવકએ પ્રેમજાળમાં ફંસાવીને પ્રેમસંબંધ બાંધ્યો હતો,
યુવતી ઉચ્ચ અભ્યાસ કરતી હોય પોતાના ઘરે મારે જોબ માટે ઇન્ટરવ્યુ આપવાનું કહીને સોની યુવક સાથે સિંગાપોર અને થાઈલેન્ડ પ્રવાસે ગયા બાદ ત્યાં હોટલના રૂમમાં યુવકએ ચાંદની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને લગ્નની લાલચ આપીને સોની યુવકએ ચાંદનીને બરોબરની ફસાવીને બે લાખ ઉછીના પણ મેળવી લીધા હતા,
પરંતુ સોની યુવકની કરતુતો ત્યારે સામે આવી જ્યારે ચાંદનીએ ઉછીના આપેલા બે લાખ પરત માંગવા ગઈ ત્યારે સોની યુવકએ ચાંદનીને ગાળો આપી ફડાકા મારીને ધમકી આપતા યુવતીને ભાન થયું કે,મારી સાથે દગો થયો છે અને પ્રેમભંગ થતા ચાંદની વરાછા પોલીસ મથકે દોડી જઈને પોતાની સાથે પ્રેમીયુવકએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવા સહિતની આપવીતી વર્ણાવીને ફરિયાદ નોંધાવતાં આ મામલો સામે આવ્યો છે,
આમ અત્યારની યુવતીઑ માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ પરપુરુષ સાથે સંબંધ બાંધીને પોતાનું સર્વસ્વ લુંટાવી દીધા બાદ કઈ સમજે તે પહેલા મોડુ થઈ ગયું હોય છે,ત્યારે આ કિસ્સો દરેક માતા-પિતા ઉપરાંત આજની યુવતીઑ માટે લાલબત્તી સમાન છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.