mysamachar.in-જામનગર
તાજેતરમાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા જાહેરમંચ પરથી રાજ્યના મહેસુલ વિભાગ અને ગૃહવિભાગ ભ્રષ્ટાચાર ને કારણે બદનામ હોવાની વાત કરતાં મહેસુલ વિભાગના કર્મચારીઓમા મુખ્યમંત્રી ના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મુખ્યમંત્રી ના નિવેદનનો વિરોધ થઇ રહ્યો છે,
ત્યારે આજે જામનગર જીલ્લા રેવન્યુ કર્મચારી મંડળ મુખ્યમંત્રીના નિવેદનના વિરોધમાં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી કાળી પટ્ટી ધારણ કરી ને વિરોધ કરવા સાથે એવી માંગ પણ કરી છે કે મુખ્યમંત્રી ના આ નિવેદન અંગે સરકાર દ્વારા યોગ્ય રદિયો આપવો જોઈએ અને જો રદિયો સરકાર દ્વારા નહિ આપવામાં આવે તો કર્મચારીઓના સન્માનખાતર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પણ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.