Mysamachar.in:જામનગર:
ગત 25 મે 2024ના રોજકોટમાં TRP ગેઈમ ઝોનમાં બનેલ આગજનીની ગોઝારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં તંત્રોને તૂટી પડવાની સૂચનાઓ આપવામાં આવી છે તે સૂચનાઓના ભાગરૂપે જામનગર મ્યુનિ. કમિશ્નર ડી. એન. મોદીની સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ કમિશ્નર ડી.ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ ધ્વારા 8 ટીમો જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે તથા 1 ટીમ જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ(જાડા) ના વિસ્તારો માટે રચવામાં આવેલ. આ ટીમો ધ્વારા હોસ્પીટલ્સ, શૈક્ષણિક સંકુલ, સિનેમા- મોલ્સ, ટયુશન કલાસીસ, હોટલ- રેસ્ટોરન્ટસ વિગેરેમાં ફાયર એન.ઓ.સી., રીન્યુઅલ, વપરાશ પરવાનગી વિગેરે બાબતેની ચકાસણી શરૂ કરવામાં આવેલ છે,
ગતરોજથી આજે બપોર સુધીમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ રેસ્ટોરન્ટસ કે જેમાં ફાયર એન.ઓ.સી. કે બી.યુ. પરમીશન ન હોય, તેવી કુલ 5 રેસ્ટોરન્ટસ સીલ કરવામાં આવેલ તેમજ જુદા-જુદા વિસ્તારોમાં કુલ14 જેટલી સ્કુલ અને 21 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવેલ.

આજે બપોર સુધીમાં કુલ 58 – શાળાઓ, 34 – ટયુશન કલાસીસ, 2- હોસ્પીટલ્સ(પાર્ટ) તથા 25- હોટલ/ રેસ્ટોરન્ટસ એમ કુલ મળી 119 પ્રોપર્ટીઝ સીલ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા ધ્વારા આગામી દિવસો પણ ફાયર એન.ઓ.સી, વપરાશ પરવાનગી કે ફાયર એન.ઓ.સી. રીન્યુઅલ ન કરેલ હોય તેવી તમામ ઓકયુપન્સીમાં સીલીંગની કામગીરી ચાલુ રહેશે.
જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ, લો-રાઈઝ- રહેણાંક-કોમર્શીયલ, સિનેમા-મોલ્સ, શોપીંગ સેન્ટર, હોટલ- રેસ્ટોરન્ટસ, હોસ્પીટલ્સ, શૈક્ષણિક હેતુના બાંધકામો, એસેમ્બ્લી પ્રકારના બાંધકામો કે જેમાં પ્રવર્તમાન ફાયર એકટ તથા કોમન GDCR મુજબ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી તથા ફાયર એન.ઓ.સી. મેળવવુ/રીન્યુ કરાવવું ફરજીયાત છે તેમજ આ જવાબદારી જે-તે બાંધકામના માલિક-વપરાશકર્તાની રહે છે તેવી સ્પષ્ટતા મનપા દ્વારા કરી દેવાઈ છે.
***આજે બપોર સુધીમાં સીલ કરવામાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટની યાદી**
-ક્રિશ્ના કાઠીયાવાડી (કેશવારાસની બાજુમાં)
-આશીર્વાદ વિલેજ (કેશવારાસની બાજુમાં)
-આવકાર રેસ્ટોરન્ટ (ખોડીયાર કોલોની, ૮૦ ફુટ રોડ)
-ચાચા-ભતીજા રેસ્ટોરન્ટ (ખંભાળીયા હાઈવે, ન્યુ જામનગર પાસે)
-બંશી રેસ્ટોરન્ટસ (ગ્રીન બીન્સ) – (કેશવારાસની બાજુમાં
-રાષ્ટ્રદીપ સ્કુલ
-વિદ્યાસાગર કોલેજ
-રામ કોમ્પ્યુટર કલાસ
-ક્રિના કોમ્પ્યુટર ક્લાસ
-અલોહા કલાસીસ
– સવોદય પ્રા. શાળા
-વારાહી કલાસીસ
-શાહ કલાસીસ
-નવનિર્માણ સ્કુલ
-ન્યુ ઈરા પ્રા. શાળા
-ખ્યાતિ કલાસીસ

-એકેન કલાસીસ
-ભારત કલાસીસ
-એસ્ટીમ કલાસીસ
-સીડ ઈંગ્લીશ એકેડેમી
-પાર્થ કોમ્પ્યુટર
-ઓમ ઇંગ્લીશ ટયુશન કલાસીસ
-ધનંજય કલાસીસ
-એઈમ એજયુકેશન

-મંગલવન વિદ્યા સ્કુલ તથા સનટાઈમ સ્કુલ
-ક્રિશ્ના ટયુશન કલાસ
– પુજા કલાસીસ
-જીવન જયોત સ્કુલ
-શિવમ પ્લેહાઉસ
-ક્રિશ્ના સ્કુલ
-બુધ્ધિ સાગર વિદ્યાલય 27
-સર્વોદય કલાસીસ-૧
-સર્વોદય કલાસીસ-૨
-જ્ઞાનદીપ પ્રા. શાળા
-વિણા મુકેશ દોશી કલાસીસ
-કીડસ કેમ્પસ
-સનસાઈન પ્રિ-પ્રાઈમરી ઈગ્લીશ સ્કૂલ
-ઈઝી સ્ટ્રીટ એકેડેમી
-સેન્ટ મેરી હાઈસ્કુલ
-શ્રી કુંજન વિદ્યાલય