Mysamachar.in-સુરત
રાજ્યમાં હત્યાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. એવામાં સુરતમાં એક હત્યાનો કિસ્સો હાલ ભારે ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં એક ફૂલ દો માલીના ખેલમાં એક યુવકે ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે,પાંડેસરામાં કૈલાસનગર ચોકડી નજીક યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. જે રીતે વિગતો મળી છે તે પ્રમાણે ઉધના-બીઆરસી નજીક વસવાટ કરતા બ્રિજેશ રામનયન રાજભર (22) મૂળ યુપી-આજમગઢનો વતની છે. બ્રિજેશ વર્ષ અગાઉ વતન ગયો હતો ત્યારે વતનમાં મમતા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ શરૃ થયો હતો.
બ્રિજેશે મમતાને નવા સીમકાર્ડ સાથે મોબાઈલ પણ અપાવ્યો હતો. આ દરમિયાન રોહિત પારસનાથ ગૌતમ રોહિતથી ભૂલથી મમતાના મોબાઇલ પર રોંગ નંબર લાગી ગયો હતો. આ રીતે રોંગ નંબર લાગ્યા બાદ તેઓ વચ્ચે વાતચીત શરૃ થઇ હતી. વીડિયો કોલથી પણ તેઓ સતત સંપર્કમાં રહેતા હતા. જોકે, મમતા અને રોહિત ક્યારેય મળ્યા ન હતા. દરમિયાન બ્રિજેશને મમતા રોહિત નામના યુવક સાથે વાતચીત કરતી હોવાની જાણ થઇ ગઇ હતી. જેથી બ્રિજેશે મમતાના મોબાઇલ પરથી કોલ કરી રોહિતને ધાકધમકીઓ પણ આપી હતી,
અને હા મહિના અગાઉ બ્રિજેશ સુરત આવ્યો હતો, તેને ગતરોજ રોહિતને કૈલાસનગર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. બ્રિજેશ ઝનૂની સ્વભાવનો હોય મમતાએ રોહિતને સાવચેતી રાખવાની વાત કરી હતી. જેથી રોહિત પોતાની સુરક્ષા માટે ચાકુ લઇને મિત્ર સાથે બ્રિજેશને મળવા ગયો હતો. અહીં તેઓ વચ્ચે ઝઘડો થયા બાદ રોહિતે ઉશ્કેરાઇને બ્રિજેશને 3-4 ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજ્યું હતું, બ્રિજેશનું મોત થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી આરંભી છે.