Mysamachar.in-અમદાવાદ
પાછલા ત્રણ દિવસ ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં માવઠા પડ્યા અને ખેતીના પાકોને નુકશાન થયું, એવામાં ગુજરાતમાં માવઠા બાદ હવે હવામાન સામાન્ય થઇ રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં ઠંડીમા વધારો થઇ રહ્યાનો લોકો અનુભવ કરી રહ્યા છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પારો 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. રવિવારે નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયુ હતું.
જો કે જાણકારો એવું માને છે કે ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં માવઠા બાદ હવે ઠંડી વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ પ્રમાણે, રવિવાર રાતથી લધુત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ગુજરાતથી આગળ વધતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આગળ વધવા લાગ્યું છે, એવામાં આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી છે.