Mysamachar.in-સુરત:
સુરતમાં માછલી આરોગ્યાં બાદ એકજ પરિવારના ૭ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે,સુરતના પાંડેસરાના કૃષ્ણનગરમાં રહેતા ઓરિસ્સાના પરિવારે સસ્તાભાવની ઢગલાની માછલી ગત રાત્રે ખરીદી હતી,જે માછલી ખાધા બાદ ઉલ્ટી અને ચક્કર આવવાની ફરિયાદ ઘરના સભ્યોમાં જોવા મળી હતી,ઉલ્ટીના પગલે તમામ લોકોનો સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.