Mysamachar.in-જામનગર:
ગત રવિવારના રોજ જામનગર નજીકના ઠેબા થી ખીમલીયા ગામ તરફ જતા રસ્તા પર એક યુવકની લાશ જમીનમાં અર્ધ દટાયેલ અવસ્થામાં મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી,અને અજ્ઞાત મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો,
જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષના આ યુવકને હત્યારાઓએ પ્રથમ ગળાટૂંપો આપ્યા બાદ તેની લાશની ઓળખ ના થાય તે માટે પાણીના નિકાલના વોકળામાં મુતક યુવકના કપડા કાઢી લઇ અને તેના શરીર પર ધૂળમાટી અને કાંટાઓ વડે જમીનમાં દાટી દઈ અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તારણ હોય પોલીસે હાલ તો હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.