Mysamachar.in-વલસાડ
રાજ્યમાં દારુ ઘુસાડવાના તો કેટલાય પેતરાઓ સામે આવતા રહે છે, પણ હવે દારૂની સાથે સાથે અન્ય નશીલા પદાર્થોની પણ ચોરીછુપીથી હેરાફેરી થવા લાગી હોવાનું સામે આવે છે, વલસાડ નેશનલ હાઇવે ઉપર નાર્કોટિક્સ ડ્રાઇવ માટે રૂરલ પોલીસની ટીમે એક કારનો પીછો કરી પકડી પાડી ઝડતી લેતાં કારમાંથી રૂ.6.18 લાખના ગાંજાની ખેપનો પર્દાફાશ થયો હતો નાર્કોટિક્સ ગુનાઓ માટેની ડ્રાઇવ માટે આપેલી સૂચના અને ગાઇડલાઇન હેઠળ વલસાડ હાઇવે ઉપર રૂરલ પોલીસના ટીમે વ્હિકલ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન 3 વાગ્યાના સુમારે અતુલ ફર્સ્ટ ગેટ હાઇવે પર ચેકિગ દરમિયાન મુંબઇથી સુરત તરફથી પુર ઝડપે પસાર થઇ રહેલી શંકાસ્પદ કારને રોકવા ઇશારો કરવા છતાં ચાલકે કાર ભગાડી મૂકી હતી.
પોલીસની શંકા ગાઢ બનતા તાત્કાલિક કારનો 6 કિમી સુધી પીછો કરી પારનેરા પારડી હાઇવે પર સુગર ફેક્ટરી નજીક ઓવરબ્રિજ પાસે કારને પોલીસે આંતરી કોર્ડન કરી લીધી હતી.બાદમાં ઝડતી લેતા કારની પાછલી સીટ નીચે પ્લાયવુડના ચોરખાનામાંથી 34 પેકેટ મળી આવતા ચેક કરતા તેમાંથી કુલ 61.80 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કુલ કિ.રૂ. 6,18,030 જેટલી બતાવામાં આવી છે.પોલીસે ગાંજાનો આ જથ્થો.રૂ.6 લાખની કાર,મોબાઇલ,આધારકાર્ડ સહિત કુલ રૂ.12,20,830નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક પિન્ટુ બનમાલી રહે.નલીહાડા, તા. ઉકડાખંડી, જિ. ગંજામ, ઓરિસ્સા અને ક્લિનર રામચંદ્ર બ્રિન્દાવન બહેરા, રહે. ખોડાસંગી,ટોટા સ્ટ્રીટ, કલાપલ્લી, જિ. બહેરામપુર, ઓરિસ્સાનાઓની ધરપકડ કરી હતી.