Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં પ્રેમીઓના અનોખા કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં એક અજીબોગરીબ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નજીવનનાં 8 વર્ષ બાદ એક પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવે છે, એટલું જ નહીં બન્ને ભાગી છૂટ્યા બાદ પત્નીના પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ મામલે પતિએ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદના વેજલપુરનો આ કિસ્સો છે. જ્યાં સંગીત ટીચરનાં પત્ની એક બ્યુટીશીયન હતા. તેઓનાં લગ્નજીવનને 8 વર્ષ થયા હતા. પણ તેઓની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.
8 વર્ષ બાદ પાંગરેલાં આ પ્રેમમાં બ્યુટિશિયન પત્ની પતિને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. એટલું જ નહીં, તેના પ્રેમીએ સંગીત ટીચરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જાનથી મારી નાખવાની ધમકી પતિએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, 8 વર્ષ બાદ પત્ની ભાગી જતાં આ સમગ્ર કિસ્સાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ એવું તો શું થયું હશે કે બન્ને ભાગી છૂટ્યા તેવી ચર્ચાઓ થવા લાગી છે.