Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કેટલાય યુવકો અને યુવતીઓ પ્રેમસબંધમાં હોય છે અને બાદમાં જયારે વાંધો પડે ત્યારે બ્લેકમેઈલ કરવાનો સિલસિલો શરુ થાય છે જે બાબત સબંધોને લાંછન લગાડનારી હોય છે, આવો જ વધુ એક કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે, જેમાં 7 માસના પ્રેમસબંધ બાદ સબંધો ટૂંકાવી નાખતા યુવતીને તેના જ પ્રેમીએ પરેશાન કરવાની શરૂઆત કરતા યુવતીએ પોલીસની મદદ લીધી છે.
જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈનને ફોન કરી એક યુવતીએ મદદ માંગેલ ને જણાવેલ કે તે છેલ્લા સાત માસથી તેઓ પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા બાદમાં યુવતીએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરી અને પૈસાની માંગણી કરે છે, અને 1500 રૂપિયા લઈને એસટી બસ સ્ટેન્ડ પાછળ બોલાવેલ છે,
જે બાદ તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતા ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટનાસ્થળ પર પહોચી યુવતીને આશ્વાશન આપવામા આવેલ અને કાઉન્સેલિંગ કરેલ ત્યારે જણાવેલ કે તેને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબરદસ્તી સબંધ રાખવા દબાણ કરે છે અને યુવતી દ્વારા ના પડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે, આજે યુવકે મળવા બોલાવેલ હોય 1500 રૂપિયા સાથે લઈને આવવા જણાવેલ હોય…
પરંતુ યુવતીને ડર હોય કે યુવકને 181 ટિમ વિશે જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે તેથી 181 ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાય ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં સમજણ આપેલ તેમજ ફોનમાંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરવા ભવિષ્યમાં ક્યારે યુવતી ને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અન ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતા યુવતીને હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ પરંતુ યુવતી યુવકને કાયદાનું ભાન કરાવવા ઈચ્છતા હોય અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.