Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં ઉતાવળે થયેલા વૈવાહિક જીવનમાં બંને પાત્રો વચ્ચે સહનશક્તિનો અભાવ અને ઘરકંકાશને કારણે નાની ઉમરે છુટાછેડા ના કેટલાક કિસ્સાઓ જોવા મળતા હોય છે,પણ જ્વલેજ સાંભળવા મળતો વયોવૃદ્ધ ઉમરે છુટાછેડાનો કિસ્સો અમદાવાદના એક શ્રીમંત પરિવારમાં સામે આવ્યો છે,
જે ઉમર પતિ-પત્નીને સહારો આપવાની છે,તે ઉમરે જ છૂટાછેડા સુધી વાત પહોચી છે,અમદાવાદમાં 55 વર્ષનું દામ્પત્યજીવન અને બે બાળકો હોય ત્યારે છૂટાછેડા લેવાનો કિસ્સો સામે આવ્યો છે.પતિને વારંવાર વેપારનાં કામે વિદેશ જવાનું થતું હોય અને પત્નીને સાથે લઇ ન જતાં હોય જેથી પત્નીને તેમના ચારિત્ર્ય પર શંકા જતી આથી વૃદ્ધ મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી કહ્યું કે, 'મારા પતિ મને વિદેશ મુકીને ગયા છે,અને મને તેમના ચારિત્ર્ય પર શંકા છે.'જે બાદ તે બંન્નેનું કાઉન્સેલીંગ કરાયું અને અંતે તેમણે એકબીજાથી અલગ રહેવાનું પસંદ કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જે ભારે ચર્ચાનો વિષય બન્યો છે,
શહેરનાં મીઠાખળીમાં વિસ્તારમાં 75 વર્ષનાં એક વેપારીને વારંવાર તેમના વેપાર માટે વિદેશ જવાનું થતું હોય તેમની સાથે અન્ય વેપારીઓ પણ જતાં.તેમની ઓફિસમાં મહિલાઓ પણ કામ કરે છે એટલે પત્નીને શંકા જતી હતી કે તેઓ કોઇ સ્ત્રી સાથે જ વિદેશ જાય છે.તેમણે એટલે પતિને કહ્યું હતું કે મને પણ તમારી સાથે લઇ જાઓ. પરંતુ પતિએ ના પાડી દીધી હતી.
જો કે પતિએ પણ કાઉન્સેલિંગ ની ટીમને કહ્યું કે હું આ વારંવારનાં ઝઘડાથી કંટાળી ગયો છું.મારે પણ અલગ થઇ જવું છે.અને તેવોએ ભરણપોષણ આપવાની તૈયારી પણ દર્શાવી છે,જો કે ૫૫ વર્ષના લાંબા દાંપત્યજીવન બાદ હવે એકબીજાની હુંફ મેળવવા ના સમયે છૂટાછેડા એ વિચારતા કરી મૂકી દે તેવી આ ઘટના છે.