Mysamachar.in-જામનગર:
આજથી ૧૭ વર્ષ પહેલા પતિને પ્લોટ મળ્યા બાદ તેના પર મકાન બનાવ્યુ હતુ અને પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ આ મકાનના કાગળો પર અન્ય આસામીનું નામ દાખલ થઈ જતાં વિધવા મહિલાને આ વાતની જાણ હમણાં થતા ભારે આઘાત લાગ્યો છે અને આશરો છીનવાઇ જવાના ડરથી જામનગર તાલુકાના નેવી મોડા ગામની વિધવા મહિલાએ અંતે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરતા મામલો સામે આવ્યો છે,
જામનગર તાલુકાનાં નેવી મોડા ગામે ભૂકંપ બાદ નઇ રોશની પ્રોજેકટ હેઠળ નેવી મોડા ગામ ઉભુ કરીને સ્થાનિક રહેવાસીઓને પ્લોટ ફાળવીને મકાનો બનાવવામાં આવેલ હતા.તેમાં ઘનશ્યામસિંહ જાડેજાને પણ પ્લોટ ફાળવવામાં આવ્યા બાદ મકાન બનાવીને વસવાટ કરતા હતા અને ૨૦૧૦માં ઘનશ્યામસિંહનું અવસાન થતા તેમના વિધવા પત્ની જશુબા ત્યાં રહેતા હોય પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ ૧૭ વર્ષ બાદ તેમના મકાનનું ભોગાત પત્રક અન્ય વ્યકિતના નામે થઈ જતા આ અંગે ચોંકાવનારી ફરિયાદ અરજી એસ.પી. અને કલેક્ટરને કરવામાં આવી છે,
આ મામલે હવે નેવી મોડા ગામના વિધવા મહિલા જશુબા જાડેજાને મકાન ખાલી કરાવવા માટે દબાણ તેમજ ધમકી આપીને પરેશાન કરવામાં આવી રહ્યા છે,
વર્ષો પહેલા નેવી મોડા ગામે પતિએ આશરો બનાવી આપ્યો હતો,તે છીનવાનો પ્રયાસ થતા ભારે હૈયે એસ.પી.ને વિસ્તૃત અરજી અહેવાલ કરીને ન્યાય આપવાની માંગણી વિધવા મહિલાએ કરી છે,ત્યારે આ મહિલાને ક્યારે ન્યાય મળશે તે આવનારો સમય કહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો..