Mysamachar.in-અમદાવાદ
આજના સંયમ ઓનલાઇન છેતરપીંડીનો કોઈ પાર નથી, અને જો જરાક પણ ચૂક થઈ તો કેટલાય લોકો આવી છેતરપીંડીનો ભોગ બની શકે છે, એવામાં જાહેરાતો કરી મહિલાઓને આંતરવસ્ત્રો મફતમાં આપવાની લાલચ આપી તેમના ફોટા મેળવી બીભત્સ મેસેજ-વીડિયો મોકલી બદનામ કરવાની ધમકી આપનારને એક શખ્સને સાઇબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ બનાવમાં એવું છે કે એક યુવતીના વોટ્સઅપ પર મફતમાં આંતરવસ્ત્રો આપવાની જાહેરાત મોકલાઈ હતી. યુવતીએ તે લેવા માટે મેસેજ કરતાં તેને આંતરવસ્ત્રો મોકલતા પહેલાં તેના નિર્વસ્ત્ર ફોટા મોકલવાનું કહ્યું હતું. યુવતીએ ઈનકાર કરતાં તેને બદનામ કરવાની ધમકી આપી બીભત્સ ફોટા મોકલ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમે સુરજ ગાવલે નામના યુવકની ધરપકડ કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી યુવકે ઘણી સ્ત્રીઓને મફતમાં આંતરવસ્ત્રો આપવાની જાહેરાત મોકલી તેમના ફોટા મેળવી બ્લેકમેલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા છે. તેણે કબૂલ્યું કે, ઓનલાઇન ટ્રેડિંગ કરતાં સ્ત્રીઓને આંતરવસ્ત્રના નામે પૈસા પડાવવાનો આઈડિયા આવ્યો હતો. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી 12 સુધીનો અભયાસ કરેલ છે અને તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહયું છે.