Mysamachar.in-સુરેન્દ્રનગર:
જામનગર જીલ્લાના જામજોધપુર થી શાળાની બસ વિદ્યાર્થીઓને લઇ અને નર્મદા જઈ રહી હતી ત્યારે સુરેન્દ્રનગરના પાણશીણા નજીક આવેલા દેવપર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાતા 15 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થઇ છે, મળતી વિગતો મુજબ જામજોધપુર ગામેથી નર્મદા પ્રવાસમાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસને ડમ્પર સાથે અકસ્માત બાદ સર્જાયેલા અકસ્માત ડમ્પર પલટી મારી ગયું હતું જ્યારે ખાનગી બસમાં રહેલા વિદ્યાર્થીઓમાં પંદર જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે લીંબડી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળ ઉપર પાણશીણા ગામ ની પોલીસ પહોંચી અને રોડ રસ્તા વચ્ચે સર્જાયેલ ટ્રાફિકમાં બંને વાહનોને સાઈડમાં ખસેડી અને સર્જાયેલો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે.