Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઇવે પર આજે ધ્રોલ નજીક જાયવાના પાટીયા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણના મોત નિપજ્યાં હતા અને બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે,આ બનાવથી ટ્રાફિક જામ થઈ જતાં પોલીસ ઘટના સ્થળે દોડી વધુ કાર્યવાહી હાથ ધરી છે,
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ ધ્રોલના જાયવાના પાટીયા પાસે આજે વહેલી સવારે જામનગરનો પરિવાર પોતાની કાર લઈને જઇ રહ્યો હતો,ત્યારે રાજકોટ તરફથી આવતી એક કાર અચાનક ડિવાઇડર ટપીને આ કાર સાથે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા અને બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં 108 મારફત રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આ બનાવમાં એક SRPના જવાનનું પણ મોત નિપજયું હતું,
વધુમાં મળતી વિગત મુજબ જામનગરનો રબારી પરિવાર કોઈ કામ સબબ સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા.ત્યારે ધ્રોલના જાયવાના પાટીયા પાસે આ અકસ્માત સર્જાયો હતો.બનાવની જાણ થતા તાકીદે ધ્રોલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈને સર્જાયેલ અકસ્માતથી ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.