My samachar.in:-સુરેન્દ્રનગર
લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા છે. જ્યારે અન્ય બે વ્યકિતને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે રવિવારની રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ લીંબડી અમદાવાદ હાઇવે પર આ ગોઝારો અકસ્માત થયો હતો.મૃતકોમાં રાજકોટના રહેવાસી સાગર જગદીશભાઇ, સમાં ઇમરાન, અનિલ ભાઇ અને સંદીપભાઇનો સમાવેશ થાય છે.