• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કાર અને બાઈક વચ્ચે અકસ્માત, શાળાના આચાર્ય અને શિક્ષકના કરુણ મોત

My Samachar by My Samachar
April 17, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
કાર અને બાઈક વચ્ચે અકસ્માત, શાળાના આચાર્ય અને શિક્ષકના કરુણ મોત
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા બાયપાસ નજીક આજે ચઢતા પહોરે સર્જાયેલા એક અકસ્માતમાં એક શાળાના આચાર્ય તેમજ શિક્ષકના કરુણ મોત નીપજ્યા હતા.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા લાંબા ગામની દાનેવ શાળાના ગણિત વિષયના શિક્ષક એવા મૂળ ભાવનગરના રહીશ ભરતભાઈ બંધીયા (ઉ.વ. 32) તેમજ તેમની પાછળ બેઠેલા ખંભાળિયામાં હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ આરંભડીયા નામના 48 વર્ષના શિક્ષકના મોટરસાયકલને એક મોટરકારના ચાલકે ઠોકર મારતા બંને યુવાનો મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને તેઓને ગંભીર ઈજાઓ થતા ભરતભાઈ બંધીયાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા રાજેશભાઈ આરંભડીયાને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ અંગે શૈક્ષણિક વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ લાંબા ગામની દાનેવ શાળામાં ગઈકાલે મંગળવારે રાત્રે વિસાવાડા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આજરોજ રામનવમીની રજા હોવાથી મોડે સુધી આ કાર્યક્રમને માણવા માટે આઠ શિક્ષકો ગયા હતા. દાનેવ શાળામાં વિસાવાડા ગામના છાત્રો અભ્યાસ કરતા હોય, તેમના તથા તેમના વાલીઓના આમંત્રણને માન આપીને ગતરાત્રે કાર્યક્રમ જોવા ગયેલા ઉપરોક્ત બંને આચાર્ય-શિક્ષક પરત ફરતા રાત્રિના આશરે સાડા ત્રણેક વાગ્યે એક મોટરકાર સાથે અકસ્માત સર્જાતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા.

મૃતક રાજુભાઈ આરંભડીયા ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા હતા અને માધ્યમિક વિભાગના આચાર્ય તરીકે આશરે 20 વર્ષથી ફરજ બજાવી, તેઓ દાનેવ શાળાના છાત્રાલયમાં જ રહેતા હતા. તેમનો પુત્ર બારમા ધોરણમાં તથા નાની પુત્રી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ અકસ્માતથી આ વિપ્ર પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. 32 વર્ષના આહીર યુવાન ભરતભાઈ બંધીયા આશરે વીસેક દિવસ પૂર્વે જ એક પુત્રના પિતા બન્યા હતા. પરંતુ આ અકસ્માતમાં તેઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનાની જાણ થતા દાનેવ શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો પોરબંદર ની હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મૃતકની અંતિમ વિધિ માટે મૃતદેહોને ખંભાળિયા અને ભાવનગર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

આજે ચઢતા પહોરે વિસાવાડાથી લાંબા જવા માટે નીકળેલા શિક્ષકો દાનેવ શાળામાં કે જ્યાં તેમનો મુકામ હતો, ત્યાં પહોંચવાને માત્ર દોઢેક કિલોમીટર જેટલું અંતર જ બાકી હતું, ત્યાં આ મોટરકાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંનેના કરુણ મૃત્યુ નિપજયાના આ બનાવે શિક્ષણ જગત સાથે મૃતકના પરિવારજનોમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.

(તસ્વીર અહેવાલ:કુંજન રાડિયા)

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®