Mysamachar.in-સુરેન્દ્રનગર
રાજ્યમાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, મૂળી ચોટીલા રોડ પર ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાર્યો હતો. જેમાં એક આધેડનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે. જયારે અન્ય આઠ જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા. ચોટીલા રોડ પર ભાડુકા નજીક બપોરનાં સમયે સુરેન્દ્રનગરથી સગાઇ કરી રાજકોટ જતી ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં દાણાવાડા રાજકોટ સહિતનાં ઇજાગ્રસ્તને ખાનગી વાહનમાં મૂળી હોસ્પીટલ લઇ જવાયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મૂળી 108 દ્વારા સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં સારવાર ચાલી રહી છે.