Mysamachar.in:નર્મદા
રાજ્યમાં એસીબીએ ખરા અર્થમાં છેલ્લા કેટલાક દિવસોથી સપાટો બોલાવવાનું શરુ કર્યું છે, અને આવી જ કાર્યવાહી સતત રહે તે ખુબ જરૂરી છે, એવામાં આજે એક ડીકોય ટ્રેપ એસીબી દ્વારા કરવામાં આવી છે, એસીબી ટીમ એસીબી નર્મદા રાજપીપળાને એવી આધારભૂત માહિતી મળેલ કે સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.500 થી રૂ.૨2000 ની લાંચની માંગણી કરતા હોવાનું અને આ લાંચની રકમ ના આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની આધારભૂત માહિતી મળેલ જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ, નર્મદા- રાજપીપલા ખાતે લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા આરોપી દિલીપકુમાર લાભશંકર તેરૈયા, સબ રજીસ્ટ્રાર, વર્ગ-૩ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત પંચોની હાજરીમાં દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ રૂ. 2000 /- ની માંગણી કરી સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયા હતા