Mysamachar.in-અમદાવાદ:
એક તરફ જામનગર સહિત રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખુબ ફરિયાદો ઉઠી છે, ખોટી જમીન માપણીને કારણે કેટલાક જમીનમાલિકોને પરેશાનીનો પાર નથી એવામાં જમીન માપણી કચેરીઓ જાણે ભ્રષ્ટાચારના અડ્ડા બની ગઈ હોય તેમ એક બાદ એક કચેરીઓમાં એસીબીની ટીમ લાંચિયા બાબુઓને ઝડપી રહી છે ત્યારે અમદાવાદ્દમાં એસીબી ટીમે ગઈકાલે એક જ દિવસમાં બે સફળ ટ્રેપ કરી જેમાં એક ટ્રેપમાં બે પોલીસમેન જયારે બીજી ટ્રેપમાં લાંચીયો સર્વેયર 1.60 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીને ઝડપાઈ ચુક્યો છે.
આ કેસમાં ફરિયાદીને ખેતીલાયક જમીન પૈકી જુનો સર્વે નંબર માં જમીન 3-13-63 હે.આર.ચો.મી. હતી. જે જમીનની સરકારએ સને- 2010 માં જમીન માપણી કરેલ. જેથી આ સર્વે નંબરમાં નવો સર્વે નંબર આવેલ હતો. જે નવા સર્વે નંબરમાં જમીન 3-24-45 હે.આર.ચો.મી. જોવા મળેલ હતી. જે જમીન માપણીમાં સરકારની શરતચૂકથી 11 ગુંઠા જમીનનું માપ વધી ગયેલ. જે જમીનના સર્વે નંબરમાં સુધારો કરવા સારૂ આરોપી જયેશકુમાર સોમાભાઈ પટેલ, નોકરી-સર્વેયર, વર્ગ-૩ મોજણી ભવન, ભીમજી પુરા, અમદાવાદ રૂા.1,80,000/- ની માંગણી કરી, રકઝકના અંતે રૂા.1,60,000/- માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરેલ. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ પંચોની હાજરીમાં લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસે લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જવા પામ્યો હતો.