Mysamachar.in-અમદાવાદ:
જે નાગરિકો એટીએમ કાર્ડ ધરાવતાં નથી તેઓ પોતાના આધારકાર્ડનો ઉપયોગ એટીએમ કાર્ડ તરીકે કરી શકે અને બેંકખાતાંમાંથી રોકડ રકમ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે એવો એક રિપોર્ટ જાહેર થયો છે. જેમાં કહેવાયું છે કે, આ માટે કોઈ પિન નંબરની આવશ્યકતા નથી અને ઓટીપી મેળવવાની પણ કોઈ જરૂર નથી. માત્ર આધારકાર્ડથી કેશ રકમ મેળવી શકાય છે.
અહેવાલ જણાવે છે કે, આ માટે આધારકાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક અપ કરવાનું રહે છે. અને, આ સમગ્ર પ્રક્રિયા AePS માધ્યમથી કરી શકાય છે. આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ આ માટે કામ કરે છે. આ સિસ્ટમથી ચેક અને કેશ જમા પણ કરી શકાય અને ફંડ ટ્રાન્સફર પણ થઈ શકે.
આધારકાર્ડ નંબર, બાયોમેટ્રિક સિસ્ટમ અને બેંક એકાઉન્ટ- આ ત્રણ ચીજોની મદદથી આમ શક્ય છે. નેશનલ પેમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા દ્વારા આ વ્યવસ્થાઓ દાખલ કરવામાં આવી છે. જેમાં આધારકાર્ડ નંબર દાખલ કર્યા બાદ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશનની મદદથી તમે આ ટ્રાન્ઝેકશન કરી શકશો. કોમન સર્વિસ સેન્ટર અથવા બેંકના પ્રતિનિધિ મારફત આ રીતે તમે ઘરે બેઠાં નાણાં બેંકમાં મૂકી શકો, ઉપાડી શકો અથવા અન્યને ફંડ ટ્રાન્સફર કરી શકો. આમાં ટ્રાન્ઝેકશનમી મહત્તમ મર્યાદા રૂ. 10,000 રાખવામાં આવી છે.
(પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)