• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

એક શિક્ષક આવા જેમને પોતાના જ્ઞાનની સરવણી થકી વાલીઓના માનસપટ પર સરકારી શાળાના શિક્ષણ પ્રત્યેનો બદલાવ્યો અભિગમ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા કન્યા વિદ્યાલયના આચાર્ય શંકરસિંહ બારિયાની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

My Samachar by My Samachar
September 5, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
એક શિક્ષક આવા જેમને પોતાના જ્ઞાનની સરવણી થકી વાલીઓના માનસપટ પર સરકારી શાળાના શિક્ષણ પ્રત્યેનો બદલાવ્યો અભિગમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૪ સમારોહ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રીના વરદહસ્તે રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમા અને હરહંમેશ વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણની જ્યોત પ્રસરાવનાર શિક્ષક શંકરસિંહ બારીયાની શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક તરીકે પસંદગી થઈ છે. શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે. શિક્ષકો તો મીણબત્તી જેવા હોય છે જે પોતે બળી વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાશ ફેલાવવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકનું અમૂલ્ય યોગદાન છે એવા જ એક શિક્ષક શંકરસિંહ બારીયા વિશે જાણીએ.

એક ઉમદા શિક્ષક તરીકે તેમના શૈક્ષણિક જીવન પર નજર કરીએ તો, વર્ષ 1995માં પ્રાથમિક શિક્ષક તરીકે શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2001માં ભાણવડ તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર તરીકે 16 વર્ષ ઉત્તમ ફરજ બજાવ્યા બાદ વર્ષ 2018 થી કન્યા શાળા ભાણવડમાં આચાર્ય તરીકે નિયુક્ત થયા હતા. ત્યાં તેમણે પોતાના શૈક્ષણિક અનુભવ અને વિદ્યાર્થીઓની ઉત્તમ કારકિર્દી નિર્માણ માટે કરેલા અથાક પ્રયત્નો થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવામાં કોઈ કચાસ રાખી નથી.

ઉપરાંત શંકરસિંહના શિક્ષણ પ્રત્યેના રચનાત્મક અભિગમ થકી શાળામાં  54 જેટલાં સરકારી કર્મચારીઓના સંતાનો અભ્યાસ કરે છે. ઉપરાંત વર્ષ 2023માં દેવભૂમિ દ્વારકામાં પી.એમશ્રી શાળા તરીકે ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલને ઉત્તમ ગુણાંક તરીકે પસંદગી અપાવનાર,શાળાની દરેક શૈક્ષણિક, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ – સ્પર્ધાઓમાં દર વર્ષે રાજ્ય કક્ષા સુધી પહોંચાડનાર, NMMS, CET, સંસ્કૃત ગૌરવ પરીક્ષા, ચિત્રકામ પરીક્ષા, PSE, જ્ઞાન સાધના, નવોદય જેવી તમામ પરીક્ષાઓમાં પોતાના બાળકોને પરીક્ષા અપાવી અને તાલુકા અને જિલ્લા કક્ષાએ મેરીટમાં લાવી બાળકો, શાળા અને ભાણવડને ગૌરવ અપાવ્યું છે.

કન્યા શાળા ભાણવડમાં 2018માં આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ગુજરાતી માધ્યમમાં માત્ર 176 ની સંખ્યા હતી, આજની તારીખે આ શાળામાં કુલ 442 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામા બન્ને માધ્યમમાં કુલ 450 જેટ્લા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આ શાળામાં પ્રવેશ મેળવેલ છે. તેમજ શાળામાં કરેલ પ્રવૃત્તિઓ વિશે જોઈએ તો આ જગ્યા પર કુલ 16 રૂમનું નિમાર્ણ કાર્ય પ્રગતિમાં છે. શાળામાં ત્રણ વર્ષથી એન્યુઅલ ડેની શાનદાર ઉજવણી, વર્ષ 2018/19નો શાળાને જિલ્લાનો શાળા સ્વચ્છતા એવોર્ડ, ગુણોત્સવ- 2018/19 માં પ્રથમ વાર શાળાને ગુણોત્સવમાં એ ગ્રેડ, ગુણોત્સવ 2020 માં શાળાનો એ ગ્રેડ. , શાળામાં ગ્રીન સ્કુલ અંતર્ગત 561 જેટલા ફુલ – ઝાડનો ઉછેર અને જાળવણી, શાળાના બિલ્ડીંગમાં અધતન સુધારો અને જાળવણી શાળાની ભૌતિક સુવિધા વધારવા માટે લોકફાળો મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

ઉપરાંત શાળામાં સંપૂર્ણ સીસી ટીવી કેમેરાથી સજજ બિલ્ડીંગ, કલાસમાં પી.એ.સીસ્ટમથી માઈક સુવિધા, જિલ્લાની એક માત્ર ઓટોમેટીક બેલ સિસ્ટમ ધરાવતી ‘સરકારી શાળા, દરેક કલાસમાં ગ્રીન બોર્ડની સુવિધા આર.ઓ.નું શુદ્ધ પીવાનું પાણી, વિદ્યાર્થીઓને આનંદ આપે એવું ઓપન એમ.પી.થીયેટર., બોયઝ માટે અલગ રમવા માટેનો એરીયા, શાળામાં તમામ સંગીતના સાધનોની ઉપલબ્ધતા, લોન કટીંગ માટે કટરની સુવિધા, ન્યુઝપેપર તથા મેગેઝીન માટેનું સ્ટેન્ડ,  લાયબ્રેરી. ત્રણ માઈક સિસ્ટમ, બે ટેલિવિઝન ,આધુનિક કોમ્પ્યુટર લેબ, કુલ 15 કોમ્પ્યુટરની અધ્યતન લેબની સુવિધા થકી વિદ્યાર્થીઓ ઉમંગ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે આવા શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત થતાં હોય ત્યારે વિદ્યાર્થીઓ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®