Mysamachar.in-અમદાવાદ:
આજે અમદાવાદમાં એક બસમાં એવી આગની ઘટના સામે આવી જેમાં જો સમય સુચકતા કામ ના લાગી હોત તો કેટલાય લોકોના જીવ જઈ શકે તેમ હતા, વાત એવી છે કે અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ ભભૂકી ઉઠી હતી, એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે.આગ લાગી ત્યારે 25 જેટલા પેસેન્જર બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે સમગ્ર ઘટનામાં ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના પેસેન્જરને નીચે ઉતારી લેતા મોટી જાનહાની ટળી હતી.