Mysamachar.in-નવસારી:
ગુજરાતમાં દારૂબંધી તો છે પણ જે લોકોને હેલ્થ સારી નથી તેવા લોકોને મેડીકલ સર્ટીને આધારે હેલ્થ લીકર પરમીટ ને નામે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે,પણ રાજ્યમાં ચોક્કસ સેન્ટરો હેલ્થ બોર્ડના નક્કી થયા બાદ “વહીવટ”વિના ફાઈલ આગળના વધતી હોવાનું અનેક પરમીટધારકો નો બળાપો છે,ત્યારે આજે આવી જ એક હેલ્થ (દારૂની પરમીટ)રીન્યુ કરવા માટે ૧૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા ક્લાસવન સિવિલ સર્જન ઝડપાઈ ચુક્યા છે,
નવસારી સિવિલ હોસ્પિટલના ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર કમ સિવિલ સર્જન ડો. અનિલ ટી. કોડનાની લાંચ લેતા આજે ઝડપાઈ ચુક્યા છે, ફરિયાદી લીકર હેલ્થ પરમીટ ધરાવતા હોય તે રિન્યુ કરાવવા માટે સિવિલ સર્જન પાસે અભિપ્રાય સર્ટી માટે ગયાં હતાં. સિવિલ સર્જન દ્વારા અભિપ્રાયના બદલામાં 10 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી,પણ જાગૃત ફરિયાદીને આ રકમ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ છટકું ગોઠવીને તબીબને લાંચના 10 હજાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે,
-લાંચ ના આપો એસીબીનો સંપર્ક કરો…
આવા કેટલાય લોકો હેલ્થ લીકર પરમીટ ધરાવે છે,તેની પાસેથી યેનકેન પ્રકારે આ રીતે તોડ કરવામાં આવે છે,જેના માટે અમુક હોસ્પિટલોમાં ચોક્કસ એજન્ટો પણ ફરે છે,તેવા લોકોને લાંચ આપવા કરતાં જાગૃતતાનું ઉદાહરણ પુરુ પાડીને એસીબીનો સંપર્ક કરવો જોઈએ.