Mysamachar.in:જામનગર
જામનગરમાં જેને ગુન્હો કરવો છે તેને કોઈનો એટલે કે કોઈનો ડર નથી, તાજેતરમાં જ ગૃહમંત્રી જામનગરની મુલાકાતે હતા તે દરમિયાન જામનગર પોલીસની વાહવાહી કરીને ગયા પણ જામનગરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી સારી તો નથી જ… જેટલા ગૃહમંત્રીએ વખાણ કર્યા… તે વધુ એક વખત સામે આવ્યું જેમાં પોલીસ પર હુમલા થયાનો બનાવ હજુ સામે આવ્યો છે, ત્યાં જ ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થીની પર યુવકે છરી વડે હુમલો કરી દેતા આ મામલાએ જામનગર શહેરમાં દીકરીઓ કેટલી સલામત તે સવાલ તો ઉભો કરી જ દીધો છે.
બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ જામનગરના રામેશ્વરનગર નજીક વસવાટ કરતી એક 19 વર્ષીય યુવતી ગઈકાલે સાંજે પોતાના ફઈબાની દીકરી સાથે ઘેરથી ટ્યુશન ક્લાસ જવા માટે નીકળી હતી ત્યારે કે.પી.શાહની વાડી નજીક પહોચી ત્યારે રામેશ્વરનગરમાં જ વસવાટ કરતા અજય સરવૈયા નામના યુવકે તેણીને રોકી કહેલ કે તારે મારી સાથે પ્રેમ-સંબધ રાખવો છે કે કેમ ? તેમ કહેતા યુવતીએ પ્રેમ સંબધ રાખવાની ના પાડતા આરોપી અજય સરવૈયા એકદમ ઉશ્કેરાય જઇ યુવતીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી પોતે પહેરેલ પેન્ટના નેફા માથી છરી કાઢી યુવતીને એક ઘા માથમા કપાળની ઉપર ડાબી બાજુના ભાગે ચાર થી પાંચેક ટાંકાની ઇજા પહોચાડી નાશી ગયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ લઇ અને વધુ તપાસ હાથ ધરી છે.
આવા કિસ્સાઓ મામલે જામનગર પોલીસે સતર્ક થઇ ના માત્ર ફરિયાદ નોંધી સંતોષ માનવાની જરૂર છે, પણ ગુન્હેગારોને સખ્ત સજા મળે અને અન્ય ગુન્હેગારો આવા ગુન્હાઓ કરતા રોકાય તેવા પ્રયાસો કરવા જરૂરી હોય તેમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, આ તો એક ફરિયાદ નોંધાઈ છે પણ કેટલાક કિસ્સાઓ બદનામીની બીકે દબાઈ જતા હોય છે તેની સંખ્યા પણ ખુબ મોટી છે. (યુવતીના ભવિષ્યને ધ્યાને લઇ તેણીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે)