Mysamachar.in-સુરત
આપણે ત્યાં અલગ અલગ મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગ ઝડપાતી હોય છે, જેના અલગ અલગ પેતરાઓ પોલીસ માટે પણ નવા હોય છે, ત્યારે સુરત પોલીસને હાથ એક એવી ગેંગ લાગી છે કે ટેકનોલોજીનો ઉપયોગ તો કરતી જ પરંતુ ગેગ જે જગ્યાએ ચોરી કર્યા બાદ મકાનમાં રસોડા કે ફ્રિજમાં રહેલ જમવાનું પણ ખાતા અને બીડી પીધા બાદ આસપાસમાં આવેલ ઝાળી ઝાખરાઓમાં સંતાઈ જતા હતા,
સુરત નજીક હાઈ વે પર ભાડાનું મકાન રાખી ગૂગલ મેપથી ઝાડી ઝાંખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સમયે ચોરીના ગુનાને અંજામ અપાતો હોય છે.આવા બની રહેલા ગુન્હામાં પોલીસે આંતર રાજ્ય બંગાળી ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા છે. ઝડપાયેલા ગેંગના સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 44 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના છ, વલસાડના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેસનના એક મળી કુલ 10 ગુનાની કબૂલાત કરી છે.
ઝડપાયેલ ગેંગ ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યામાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પુછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
બંગાળી ગેંગના મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ, મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ, હાલીમ આબુલહુસૈન શેખ અને હફીઝુલ મંડલ કીબરીયા મંડલ હસનાન ઉર્ફે સુમન જલાલ ખાનને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં ગેંગમાં 10 થી 12 જણા છે. અને સન 2016થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 44 ચોરીના ગુનાને અંજામ આપ્યો છે જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરુચમાં 7, વલસાડમાં 6, સુરતમાં 5, બારડોલીમાં 2, બીલીમોરામાં 2 અને નડીયાદમાં 2 ચોરી કરી છે.
ગેંગના સાગરીતો જે બંગ્લા, રો હાઉસને નિશાન બનાવતા હતા ત્યાં ચોરી કર્યા બાદ મકાનમાં રસોડા કે ફ્રિજમાં રહેલ જમવાનું પણ ખાતા અને બીડી પીધા બાદ સવાર સુધીમાં પરત નજીકના ઝાડી ઝાંખરામાં સંતાઈ સવારે નાસી જતા હતા. ટોળકી જે મકાનને ટાર્ગેટ બનાવતી હતી ત્યાંથી હાથ લાગેલ સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મુંબઈ, અજમેર તથા લોકલ સોનીને સસ્તા ભાવે વેચી દેતા હોવાનું પણ ખુલવા પામ્યું છે.