Mysamachar.in-સુરત
સુરતમાં આજે સવારે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં શહેરના ઉધના વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી જેમાં મકાનનો સ્લેબ તૂટી પડતા બે માસુમ બાળકો નીચે દબાઈ ગયા ગતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં દોડી જઈ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. બંને બાળકોને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. જોકે માતા-પિતાનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરના ઉધનામાં અંબર કોલોનીના ગતરાત્રીના એક મકાનનો સ્લેબ તૂટી પડતા નૈતિક અને નિધિ ગોલીવાડ નામના બે માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ જતા બંને બાળકોને મૃત જાહેર કરાયા હતા. જાણવા મળતી વિગતો મુજબ નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં આ ઘટના બની હતી. બાળકો જમીન પર અને માતા-પિતા પલંગ પર સુતા હતા. અચાનક બીજા માળનો સ્લેબ તુટી પડતા અડધો કાટમાળ સુતેલા બાળકો પર અને અડધો માતા-પિતા પર પડ્યો હતો. જેમાં બાળકો ગંભીર રીતે દબાય ગયા હતા. જ્યારે માતા-પિતાનો બચાવ થયો હતો. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.