Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
કોરોનાની પરિસ્થિતિ સામે આખું વિશ્વ લડી રહયુ છે, ત્યારે તેવા સમયે કોવીડ-19ની અનલોકની ગાઇડ લાઇન પ્રમાણે સાંસદ આદર્શ ગામની બેઠક કલ્યાણપુર તાલુકાના જુવાનપુર અને ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. આદર્શ ગ્રામ યોજનાની રીવ્યુ બેઠકને સંબોધન કરતા સાંસદએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે સને 2018માં જુવાનપુર ગામને ભારત સરકારની યોજના મુજબ આદર્શગામ તરીકે જાહેર કરેલ હતું. માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી દરેક વ્યકિત પોતપોતાની જવાબદારી નિભાવતું હોય, ગામની સમગ્ર વ્યકિત શિક્ષિત હોય, વ્યસનમુકત હોય આ બધી કેટેગરીમાં બંધ બેસતું હોય તે આપણું ગામ છે.
આ તકે ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતપોતાના વિભાગવાઈજ થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી.નવા કૃષિબીલ વિષે સાંસદે માહિતી આપી હતી. ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતો આત્મોનિર્ભર બને તે માટેનું કૃષિબીલ છે, તેમ જણાવ્યું હતું. જુવાનપુર ગામને પી.એચ.સી.સેન્ટર, પશુઓ માટે વેટરનરી ડોકટર, હોસ્પિટલ અને પશુઓ માટેની એમ્યુલન્સ મળે તે માટે દરખાસ્ત્ કરવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. અને ગામમાં સ્મશાનનો રસ્તો બનાવવા તથા બેસવા માટેની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું.
ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે-ઘરે પાણીની કનેકટીવીટી મળે, ગામમાં એક લાયબ્રેરી તેમજ નાનો બગીચો સાર્વજનીક જગ્યાામાં થાય તે માટે જુવાનપુર ગામના સરપંચને સાંસદએ અનુરોધ કર્યો હતો. કોરોના માટે હેલ્થકેમ્પ, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પ યોજવા, એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ થાય તથા યોગ અભ્યાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ યોજવા ભલામણ કરી હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ગત ટર્મની જેમ આ 17 મી લોકસભામાં સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ ગામો પસંદ કરેલ છે, જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કરાયેલ છે, ભાડથર ગામે દરેક વિભાગ દ્વારા યોજનાઓ, માળખાકિય સુવિધાઓ અને અન્યં સુખાકારીના કામોનું સારી રીતે અમલીકરણ થાય તે હેતુથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં સાંસદ પુનમબેન માડમે લોકોને કોરોના મહામારી સામે જરૂરી સાવચેતી રાખવા જણાવી કહયું હતું કે દર વર્ષે એક ગામ સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરવા અને 3000થી 5000ની વસ્તી ધરાવતા જ ગ્રામોની પસંદગી કરવાની થતી હોઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામની સાંસદ આદર્શ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના 11મી ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની સાથે તે મુજબના ગામના સર્વાંગી વિકાસના હેતુ ને કેન્દ્રમાં રાખીને એક મહત્વપુર્ણ અને ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા લૉન્ચ કરવામાં આવી હતી.
સાંસદ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર દત્તક લેવામાં આવે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી ‘આદર્શ ગ્રામો’ સ્થાનિક સર્વાંગી વિકાસ સાથે સુશાસનુ પણ દાખલારૂપ ઉદાહરણ બને છે જે અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપનાર બની રહે છે. સંસદસભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ તૈયાર કરવામાં આવે છે, જેમાં ગામની માળખાકીય તેમજ આદર્શ ગામ તરીકેની જરૂરી સુવિધાઓ અને યોજનાઓને સમાવી લેવાય છે અને લગત વિભાગો દ્વારા રાજ્ય સરકારને આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને તે મુજબના વિકાસ કાર્યો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે,
આદર્શ ગામમાં પીવાના સ્વચ્છ પાણી- રસ્તા-સ્ટ્રીટ લાઇટ-બગીચા-હોસ્પિટલ- શાળા- લાઈબ્રેરી- રમતગમતનું મેદાન-સુવિધાયુક્ત પંચાયત ઘર -સેનીટેશન તેમજ હાઇજીન સહિતની અનેકવિધ પાયાની અને આદર્શ સંપુર્ણ સુવિધા હોય છે ઉપરાંત આદર્શ ગામના દરેક ખેડૂતોને આરોગ્ય કાર્ડ અને આધાર કાર્ડની સાથે સોઈલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવે છે તેમજ શાળાને સ્માર્ટ સ્કૂલ પણ બનાવી શકાય છે. એકંદર સર્વાંગી વિકાસથી ગામડાની કાયા પલટનો મહત્વપુર્ણ હેતુ આ યોજનાનો છે. આ ઉમદા ઉદેશ્યને સિદ્ધ કરવાની નેમ સાથે ભાડથર ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા મુજબ પસંદ કર્યું છે. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતપોતાના વિભાગવાઈજ થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી.
ભાડથર ગામમાં સીમતળના રસ્તા, કોઝવે, સ્મશાનગૃહમાં સ્ટ્રીટ લાઇટો, પી.એચ.સી.સેન્ટર અપગ્રેડ, એમ્યુલન્સ વગેરે જેવી સુવિધાઓ મળે તે માટે ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું. ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે ઘરે પાણીની કનેકટીવીટી મળે, તે માટે ભાડથર ગામના સરપંચને સાંસદએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કોરોના માટે હેલ્થ કેમ્પર, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પો યોજવા, ખેતીવાડીશાખા, પશુપાલનશાખા, તેમજ એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ, યોગ અભ્યાાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ યોજવા ભલામણ કરી હતી. આ બેઠકમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ, અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.