Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ છેલ્લા ઘણા સમયથી રેતીચોરી મામલે ભારે વિવાદમાં આવ્યું છે.ત્યારે અનેકવારની રજૂઆત બાદ પણ ખનીજના ખનનના પ્રશ્ને કોઈ ધ્યાન ન અપાતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રીટ દાખલ કરવામાં આવ્યા બાદ લગત વહીવટીતંત્રને નોટીસો ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે,
આ ખનીજ પ્રકરણની વિગત એવી છે કે, જામનગર તાલુકાનાં મિયાત્રા ગામ પાસે ખનીજ ખનન થવાના કારણે લોકોના આરોગ્ય પર ભય ઊભો થયો છે. ખેતરો, ડેમ, તેમજ જળસ્ત્રોત પર પ્રદૂષણની ગંભીર અસર થતા વારંવાર સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆત ન સંભળાતા અંતે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને જાહેરહિતની રીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ મામલાએ હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવીને જામનગર વનવિભાગ, ખાણખનીજ વિભાગ તેમજ GPCBને નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.