Mysamachar.in-સુરત:
એક તરફ ગુજરાતમાં દારુબંધી છે તો બીજી તરફ પોલીસ જ કેટલાક કિસ્સાઓમાં આવા દારૂ વેચનાર તત્વોને પોષતી હોવાના આક્ષેપો થતા રહે છે, એવામાં દારૂનો કેસ ના કરવા માટે લાંચની માંગણી કરનાર એક પોલીસકર્મીને એસીબીએ 5000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે, જયારે વચેટીયો ફરાર થઇ જતા તેની શોધખોળ આદરવામાં આવી છે.આ કેસના ફરીયાદી અગાઉ ઇગ્લીશ દારૂના કેસમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોય અને પોલીસકર્મી શક્તિદાન દાજીદાન ગઢવી ફરીયાદીની મોટર સાયકલ જમા લીધેલ હોય અને ફરીયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરેલ. બાદ આ પોલીસકર્મી શક્તિદાન ગઢવીએ ખાનગી વ્યક્તિ રઘુભાઈ ગલાણી સાથે મળી ફરીયાદીને જણાવેલ કે તારા વિરૂધ્ધ દારૂનો કેસ નહીં કરવા અને મોટરસાયકલ પરત કરવા આ શક્તિદન સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ રૂ.10,000/-ની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે રૂ.5000/-ની લાંચની માંગણી કરવામાં આવેલ હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન એસીબી દ્વારા કરવામાં આવ્યું જેમાં શક્તિદાન ગઢવી નોકરી સર્વેલન્સ સ્ટાફ, સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેરએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા.5000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે અને અન્ય નાગરિક સ્થળ પર હાજર મળેલ ના હોય તેની શોધખોળ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.