Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના અમદાવાદમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો હચમચાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પોલીસકર્મીએ તેમની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે ગત મોડી રાત્રે બે વાગ્ય આસપાસ એપાર્ટમેન્ટના બારમા માળેથી નીચે કૂદી મોત વ્હાલુ કર્યું છે. પોલીસ પરિવારે ગોતાના દીવા હાઇટ્સના બારમા માળેથી નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યાના આ બનાવથી અરેરાટી વ્યાપી જવા પામી છે,
મળતી પ્રાથમિક વિગતો મુજબ આપઘાત કરનાર પોલીસ કોન્સ્ટેબલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા હતા, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનુ પગલુ ભરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. કુલદીપ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. સોલા હાઈકોર્ટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી. તેઓ ભાવનગરના સિહોર પાસેના વડીયાના રહેવાસી હતા, અને પત્ની અને દીકરી સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હતા.