Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુર નજીક થોડા દિવસો પૂર્વે એક વ્યાપારી બેંકમાંથી રોકડ રકમ લઇ અને યાર્ડ નજીક પહોચ્યા ત્યારે બાઈકમાં આવેલ બે શખ્સોએ વ્યાપારી પાસે રહેલ રોકડ રકમ ભરેલ થેલો લઇ અને નાશી છૂટ્યા બાદ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને તેને આધારે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોની ટીમો કામે લગાવી અને અંતે એલસીબીએ આ ગુન્હામાં સંડોવાયેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે જયારે અન્ય 2 ની શોધખોળ ચાલી રહી છે. વિગતો એવી છે કે ગત તા.14 માર્ચના રોજ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં “યમુના ટ્રેડીંગ” નામની પેઢી ધરાવતા ફરીયાદી ભૌતિક પ્રવિણભાઇ રામોલીયા જેઓ જામજોધપુર એચ.ડી.એફ.સી. બેન્કમાથી 20 લાખ રૂપીયા લઇ માર્કેટીંગ યાર્ડના મેઇન ગેઇટ પાસે પહોંચતા તે દરમ્યાન યામાહા એફ.ઝેડ મો.સા.મા આવેલ બે અજાણ્યા ઇસમોએ ફરીયાદી પાસેથી, પૈસા ભરેલ થેલીની લુંટ કરી નાશી ગયેલ હતા.
આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. એસ.ઓ.જી, પેરોલ ફર્લો તથા સ્થાનીક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, અને બનાવ સ્થળની વિઝીટ કરી, સદરહુ બનાવ આજુબાજુ તેમજ રોડ ઉપરના સીસીટીવી ફુટેજ ચકાસણી કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી, જામજોધપુર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, તથા સુરત, ધોરાજી, જામકડોરણા મુકામે શંકાસ્પદ ઇસમોની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ,
દરમ્યાન બનાવમાં ઉપયોગમા લેવાયેલ યામાહા એફ.ઝેડ બાઈકની ઓળખ પ્રસ્થાપિત કરી,બાઈકનો નંબર મળેલ. જે અંગે તપાસ કરતા આ બાઈક સૂરત શહેરમા ખટોદરા પોલીસ મથકની હદમા ચોરી થયેલ હોવાનુ માલુમ પડેલ. આ લુંટમાં સૂરત તેમજ સ્થાનિક ઇસમોની સંડોવણી હોવાની સંભાવના પ્રબળ મળેલ, આ દરમ્યાન એલસીબી પોલીસ ઇન્સ્પેકટર જે.વી ચૌધરી પીએસઆઈ એસ.પી.ગોહિલ સ્ટાફના માણસો આરોપીઓની તપાસમા કાલાવડ-જામકંડોરણા જુનાગઢ રોડ ઉપર પેટ્રોલીંગમા હતા દરમ્યાન…
સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતુભા જાડેજા તથા શીવભદ્રસિંહ જાડેજા, હરદીપભાઇ ધાધલ, ફીરોજભાઇ ખફી,રાકેશભાઇ ચૌહાણને બાતમીદારોથી હકિકત આધારે તેમજ નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર નાઓએ ટેકનીકલ એનાલીસીસના આધારે આ લુંટને અંજામ આપનાર દસ્તગીર શકીલ કુરેશી રહે.સુરત અને નરશી રવજીભાઇ ખાણધર રહે.નાની રાફુદળ તા.લાલપુર સાથે સ્થાનીક ઇસમોએ કાવતરૂ ઘડી ચીલઝડપને અંજામ આપેલ હોવાની હકિકત મળેલ હોય, જે આરોપીઓ પૈકી દસ્તગીર શકીલ કુરેશી રહે.સુરત વાળો એફ.ઝેડ મો.સા. લઇ ધોરાજી જામકંડોરણા તરફ કાલાવડ તરફ આવી રહેલ છે.તેવી હકિકત આધારે સ્ટાફના માણસો સાથે વાહન તપાસ વોચમા હતા દરમ્યાન દસ્તગીર શકીલ કુરેશી રહે.હાલ સુરત ઉના પાટીયા કાલેખા નગર મુળ મુરાદાબાદ ઉતરપ્રદેશ વાળો યામાહ એફ.ઝેડ મો.સા.લઇ જામકંડોરણા તરફ થી કાલવાડ તરફ આવતા ટોડા ગામના પાટીયા પાસેથી પસાર થતા પકડી પાડી,તેના કબ્જાની થેલામાંથી રૂપીયા 500 ની ચલણી નોટો કિ.રૂ.18,50,000/-(18 લાખ 50 હજાર રૂપીયા) મળી આવેલ, જે રોકડ તેણે બે દિવસ પહેલા જામજોધપુર માર્કેટીંગ યાર્ડના વેપારી પાસેથી લુંટ કરેલ તે રૂપીયા હોવાનો એકરાર કરેલ..
આરોપી દસ્તગીર શકીલ કુરેશીની પુછપરછ દરમ્યાન આ ગુન્હાનું કાવતરૂ રચવામાં ધવલ અશોકભાઇ સીનોજીયા રહે.ભાયાવદર (ઉપલેટા) દિલીપ વિઠલભાઇ કાંજીયા રહે.જામજોધપુર સંડોવાયેલ હોવાનુ ખુલવા પામેલ, ભાયાવદર મુકામેથી મળેલ બાતમી હકિકતના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી ધવલ અશોક સીનોજીયા રહે.ભાયવદર તા ઉપલેટા વાળા આમ બે ઇસમોને એલસીબીએ દબોચી લીધા છે જયારે નરશી રવજીભાઇ ખાણધર રહે. નાની રાફુદળ તા. લાલપુર અને દિલીપ ઉર્ફે મુનો વિઠ્ઠલભાઇ કાંજીયા (જામમજોધપુર યાર્ડમા તિરૂપતિ ટ્રેડર્સમા નોકરી) કરે છે તેને ઝડપી પાડવાના બાકી છે. પોલીસે 18 લાખ 50 હજાર રોકડા ગુનામાં ઉપયોગ લેવાયેલ યામાહ એફઝેડ મો.સા. કિ.રૂ.25,000 કબજે કરેલ છે.
આરોપી નરશી ખાણધર તથા દસ્તગીર કુરેશી થોડા સમય પહેલા જામજોધપુર મુકામે આવી, ધવલ સીનોજીયા તેમજ દિલીપ કાંજીયાને મળી જામજોધપુર યાર્ડના વેપારી બેંકમાં પૈસા ઉપાડવા જતા હોય ત્યારે લૂંટી લેવા માટે પ્લાન ઘડેલ હતો. આ કામ પાર પાડવા માટે નરશી ખાણધર તેમજ દસ્તગીર કુરેશીએ સુરત શહેરના ઉધના ખટોદરા વિસ્તારમાથી યામાહ એફ.ઝેડ મો.સા.ની.ચોરી કરેલ, જે ચીલઝડપને અંજામ આપવા મોટરસાઈકલ નંબર પ્લેટો છેલ્લા આંકડાઓ તોડી નાખેલ, તેમજ જામજોધપુર યાર્ડ તેમજ બેંકની આજુબાજુ રેકી કરી ધવલ સીનોજીયા તથા દિલીપ કાંજીયાએ ફરીયાદી વધુ પૈસા લઇ જતો હોવા અંગે નરશી ખાણધર તેમજ દસ્તગીર કુરેશીને વાકેફ કરી ચીલઝડપને અંજામ આપેલ હતો. આરોપીઓ બનાવ પહેલા તથા બનાવ બાદ સતત સંપર્કમાં રહેલ હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે. ઝડપાયેલા અને ફરાર આરોપીઓમાંથી કેટલાક ગુન્હાહિત ઈતિહાસ હોવાનું પણ ખુલ્યું છે.