Mysamachar.in:જામનગર
કેટલાય શખ્સો સરકારી નોકરીઓ આપવવાના બહાને નોકરીવાન્છુઓ સાથે છેતરપીંડી કરતા હોય છે, આવા જ કેટલાક કિસ્સાઓ તાજેતરમાં સામે આવેલ જેમાં એક જ શખ્સે અલગ અલગ લોકો સાથે અલગ અલગ રીતે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યા બાદ સી ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ઇન્કમટેક્સ વિભાગમાં નોકરીની લાલચ આપી જુદા જુદા ચાર આસામી પાસેથી માતબર રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડીના પ્રકરણમાં પોલીસે વિશાલ કણસાગરાને ઝડપી પાડ્યો છે. લાલપુરના ગજણા ગામે રહેતા બે આસામી પાસેથી નોકરીની લાલચ આપી રૂ.1.90 લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ વિશાલ હેમતભાઇ કણસાગરા સામે સીટી સી પોલીસ મથકમાં નોંધાઇ હતી.
જે બાદ આરોપી સામે જામનગર અને ગજણાના વધુ બે આસામી સાથે છેતરપીંડીના ગુના નોંધાયા છે જેમાં ગજણા ગામે રહેતા રમેશગીરી પ્રભાતગીરી ગોસાઇએ પોતાના પુત્રને ઇન્કમટેક્ષમાં નોકરી અપાવી દેવાના બહાને રૂ.એક લાખ પડાવી લીધાની ફરીયાદ વિશાલ કણસાગરા સામે નોંધાવી છે.જયારે જામનગરમાં રહેતા જીતેન્દ્રભાઇ વકાતરએ પણ સીટી સી પોલીસમાં વિશાલ કણસાગરા સામે નોકરીના બહાને રૂ.પચાસ હજાર પડાવી છેતરપીંડી કર્યાની ફરીયાદ કરી હતી. પોલીસે આરોપી વિશાલ કણસાગરાને ઝડપી પાડી તેની આગવીઢબે પુછપરછ શરુ કરી છે.
ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ વધુ એક ફરિયાદ પણ ગઈકાલે નોંધાઈ છે જેમાં શીતલબેન અશોકભાઇ ચૌહાણ ગોવા ખાતે ફરવા જવુ હોય જેથી આરોપીએ વિશાલે ફરીયાદીને ગોવામા ફરવા જવા માટેનુ પેકેજ વ્યાજબી ભાવે આપવાનુ કહી લલચાવી, વિશ્વાસમાં લઇ એરટીકીટ તથા હોટેલ બુક કરવાનુ કહી ફરીયાદી શીતલબેન પાસેથી 30,000/- રુપીયા ગુગલ પે કરાવી ફરીયાદીને આજદીન સુધી એર ટીકીટ કે હોટેલનુ બુકીંગ નહી આપી છેતરપિડી વિશ્વાસધાત કર્યાનો ગુન્હો પણ નોંધાયો છે.