Mysamachar.in-જામનગર:
વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે હંમેશા લોકોની સેવા માટે તત્પર રહી સરળ વ્યક્તિત્વ ધરાવતા અને ખેડૂતનેતા અને હરહમેશ લોકો માટે હાજર રહેતા રાઘવજીભાઈ પટેલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ બહોળી સંખ્યામાં આમરા અને સિક્કાના આગેવાનો ભાજપમાં જોડાયા છે. જે તમામને જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે ભગવો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું.
આમરા ગામે અમુભાઈ વકીલ સતવારા સમાજના આગેવાન ભાજપમાં જોડાયા છે. તેમજ સિક્કા ખાતે આયોજિત જાહેરસભામાં જામનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રવિણસિંહ, જામનગર જિલ્લા કોંગ્રેસના મંત્રી ભરતસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન દિલીપસિંહ જાડેજા, જીતુભાઈ વ્યાસ, સિક્કા નગરપાલીકાના કોર્પોરેટર રોહિતભાઈ અરવિંદપુરી ગોસ્વામી, કોર્પોરેટર નીતિનભાઈ ભટ્ટ, સુભાષભાઈ વરિયા, બહાદુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાળા તથા પ્રવીણભાઈ પરમાર ભાજપમાં જોડાતાં રાઘવજીભાઈ પટેલે ભગવો ખેસ પહેરાવી ભાજપ પરિવારમાં અવકાર્યા હતા. તેમજ જાહેરસભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌને કમળ ખીલવવા અને કેસરિયો લહેરાવવા આહ્વાન કર્યું હતું.