• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દ્વારકા નજીક એક આધુનિક હોટેલ સીલ, તંત્ર કામગીરીઓ આગળ વધારવા ચાહે તો

દ્વારકા શહેરની ઘણી હોટેલોના નામો તપાસ થાય તો ગાજી ઉઠે...

My Samachar by My Samachar
May 27, 2025
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
દ્વારકા નજીક એક આધુનિક હોટેલ સીલ, તંત્ર કામગીરીઓ આગળ વધારવા ચાહે તો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

યાત્રાધામ દ્વારકા વિશ્વ વિખ્યાત હોવાથી વેકેશન અને પરંપરાગત તહેવારો સહિત સમગ્ર વર્ષ દરમ્યાન શ્રધ્ધાળુઓ અને સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે અને આ કારણથી હોટેલ ઉદ્યોગ આ શહેર પંથકમાં અર્થતંત્રની કરોડરજ્જુ બની ચૂક્યો છે. જો કે તાજેતરમાં એક હોટેલ સીલ થતાં હાલ આ શહેર પંથકમાં હોટેલ સંચાલકોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, યાત્રાધામ દ્વારકા શહેરમાં ઘણી હોટેલો પાલિકાના વિવિધ નિયમો જેવા કે, મંજૂરી- વિકાસ પ્લાન- ફાયર NOC અને જે જમીન પર હોટેલ ઉભી હોય તે જમીનના પ્રકાર સહિતની બાબતોમાં, ઘણીયે અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરવામાં આવતી હોય છે. આ સ્થિતિઓ વચ્ચે તંત્ર ધારે તો આ શહેરમાં ઘણું ‘કામ’ થઈ શકે એમ હોવાનું જાણકાર વર્તુળો કહી રહ્યા છે. હાલ દ્વારકા નજીકની એક હોટેલ સીલ થતાં સંબંધિતોમાં દોડાદોડી ચાલી રહી છે.

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં રહેલી વરવાળા સ્થિત એક બહુમાળી હોટલને આજરોજ વહીવટી તંત્રએ સીલ મારી અને કડક કાર્યવાહી કરી હતી.દ્વારકા પંથકમાં અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા – મીઠાપુર માર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર વરવાળા ગામ ખાતે થોડા સમય પૂર્વે પાંચ માળની અને 36 જેટલા રૂમ ધરાવતી આધુનિક ધ સ્કાય કમ્ફર્ટ હોટલ બનાવવામાં આવી હતી. આ હોટલને આજરોજ પ્રાંત અધિકારી અમોલ આવટેની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીડીઓ, સરપંચ તેમજ ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ, આ હોટલ પાસે નિયમ મુજબ ફાયર એનઓસીના જરૂરી ડોક્યુમેન્ટસ ન હતા. તેથી તંત્ર દ્વારા અગાઉ આપેલી નોટિસો બાદ આજરોજ આ હોટેલ સીલ કરવાની કાર્યવાહી કરાવી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ હોટલની જમીન અગાઉ ખેતીની જમીન હતી, જેને રહેણાંક હેતુ માટે તબદીલ કરાયા બાદ અહીં હોટલના કોમર્શિયલ સ્વરૂપે તેનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને અનુલક્ષીને પ્રશાસન દ્વારા મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી સામે હોટેલ સંચાલકો દ્વારા અદાલતમાં સ્ટે સહિતની તજવીજ પણ હાથ ધરાઈ હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા વિસ્તારમાં અનેક હોટલોને તમામ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી આવા હોટલ સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. ઘણી હોટેલ ટ્રસ્ટની જમીનો પર ધમધમી રહી હોવાનું અને કેટલીક હોટેલ ફાયર NOC સહિતના કાગળો ન ધરાવતી હોવાનું કહેવાય છે ત્યારે, તંત્રની હાલની કામગીરીની પ્રશંસા સાથે એ પણ ચર્ચાઓ છે કે, આ શહેર પંથકમાં ખાસ કરીને હોટેલ ઉદ્યોગ ક્ષેત્રમાં તંત્ર ચાહે તો ઘણું કામ કરી શકે એમ છે. તંત્ર પોતાની કામગીરીઓનો વ્યાપ વધારશે ? કે, આ એક હોટેલ વિરુદ્ધની કામગીરીઓ બાદ તંત્ર રાબેતામુજબની ચાલ મુજબ જ ચાલતું રહેશે ? એ પ્રશ્ન હાલ દ્વારકા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન જોવા મળે છે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

વાયરલ વીડિયો : હોટેલઉદ્યોગને બદનામ કરવાનું કાવતરૂં !

June 2, 2025
માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

માળિયા-જામનગર હા-ઈવે પરથી રૂ. 92.69 લાખનો શરાબ ઝડપાયો

June 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®