Mysamachar.in-રાજકોટ:
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપના કિસ્સોમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.થોડા સમય પૂર્વે જ કાલાવડના આધેડને રાજકોટની મહિલા સહિતના શખ્સોએ કાલાવડના ખરેડી ગામના ખેડૂતને હનીટ્રેપના કિસ્સામાં ફસાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલાએ કાલાવડ પંથક સહિત જામનગર જીલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી હતી.
એવામાં જામનગરના આધેડને રાજકોટ બોલાવ્યા બાદ યુવતીઓ અને તેના સાગરીતોએ રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી અને હત્યાને અંજામ આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે,
જામનગરના કિરીટભાઇ મહેતાને ફોન કરીને રાજકોટ બોલાવ્યા હતા અને બિભત્સ વિડિયો ક્લીપ ઉતારીને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.દરમ્યાન આધેડનો બિભત્સ વિડિયો ક્લીપ ઉતારી માર મારતા ડરના કારણે કિરીટભાઇનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે,વધુમાં વંદના ઉર્ફે વંશીકા નામની યુવતીએ કિરીટભાઇને ફોન કરી હનીટ્રેપમાં ફસાવ્યા હતા,
આ મામલે પોલીસે હાલ તો વંદના ઉર્ફે વંશીકા ગાયત્રીબા વાઘેલા અને યાસીન ઉર્ફે નાનભાઈ નામના શખ્સની ધરપકડ કરતા હનીટ્રેપના આ પ્રકરણ ઉપરથી પડદો ઉચકાયો હતો, આ હત્યાના બનાવમાં હજુ અલી ઇકબાલ શેખ વગેરે નાસી છૂટ્યા હોય પોલીસે તેની ધરપકડ માટે તપાસના ચક્રો તેજ કર્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.