Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ નજીક આવેલ લતીપર ગામે સ્મશાન નજીક એક આઘેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને કરપીણ હત્યા નિપજાવવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે, હવે આ આધેડની હત્યા ક્યાં કારણોસર અને કોણે કરી.? તે હજુ સુધી સામે આવ્યું નથી પોલીસ તે દિશામાં અલગ અલગ કારણોને ધ્યાને રાખીને તપાસ શરુ કરી છે, અવાવરું જેવી જગ્યામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ધનજીભાઇ જોગલ નામના 45 વર્ષીય આધેડની હત્યા કરીને અજાણ્યા શખ્સ નાસી છૂટ્યાની ઘટના સામે આવતા ધ્રોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, પોલીસ દ્વારા મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે જામનગર ખાતે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.