Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે સરપંચ પર ગામના જ એક સ્થાનિકે હુમલો કર્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે આ અંગે મળતી વિગતો મુજબ વિજયભાઈ બાબુભાઈ ભંડેરી જેવો મોટા ઈટાળા ગામના સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા હોય ઈટાળા ગામ ખાતે વાસ્મોનુ પાણીની પાઈપ લાઈનનુ કામ ચાલતુ હોય ત્યાં તેવો ગયેલ હોય અને ત્યાં પંચર વાળા રાજેશગીરીની દુકાને નરેન્દ્ર ઉભેલ હોય અને ત્યાં સરપંચ તથા નરેન્દ્ર મેઘજીભાઈ રાઠોડ બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હોય તે દરમ્યાન નરેન્દ્ર મેઘજીભાઈ રાઠોડે એકદમ ઉશ્કેરાય જઈ સરપંચને જેમફાવે તેમ ભુંડીગાળો બોલી પાસે રહેલ પંચરની દુકાનમાંથી એક લોખંડનું ટાયર ખોલવાનું પાનું લઈ માથાના ભાગે એક ધા મારી ટાંકા જેવી ઇજા પહોચાડી હોવાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં જાહેર થઇ છે.