Mysamachar.in-જુનાગઢ:
સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે,તેનાથી વધુ દુરુપયોગ થઇ રહ્યો તેમ લાગે છે,સોશ્યલ મીડિયાના આજના આ યુગમાં એકબીજાથી ઝડપથી આકર્ષાઈ જતા યુવકો અને યુવતીઓ દુરના ભવિષ્યનો કોઈ જ વિચાર કર્યા વિના એકબીજા પર આંધળો ભરોષો મૂકી દે છે,અને તેના માઠા પરિણામો પણ ભોગવવા પડે છે,આજની યુવતીઓ જે સોશ્યલ મીડિયાનો બેફામ ઉપયોગ કરે છે,તેના માટે એક ચેતવા જેવો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે,

જો આ કિસ્સા પર નજર કરવામાં આવે તો જૂનાગઢમા વસવાટ કરતી એક યુવતી સાથે પોરબંદરનાં યુવાને ફેસબુક પર મિત્રતા કેળવી અને વિશ્વાસમા લીધી હતી, બાદમાં બંને નિયમિત ચેટીંગ કરતા હતા,જેમાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી જુદા-જુદા શહેરોમાં ફેરવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ૧૮ વર્ષીય યુવતીને પોરબંદરનાં કડીયા પ્લોટમાં રહેતા કમલેશ નામનાં યુવાન સાથે ફેસબુકમાં ફ્રેન્ડશીપ થઇ હતી. બે વર્ષની ફ્રેન્ડશીપ દરમિયાન કમલેશે તેની સાથે ચેટીંગમાં લગ્નની લાલચ આપી હતી. અને આખરે તેની સાથે જુદા જુદા સ્થળે ફર્યો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે યુવતીએ કમલેશ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

