Mysamachar.in-બનાસકાંઠા:
જિંદગીના ઘણાં ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી પૂરવાર થતી કેટલીક મહિલાઓ લાંચ લેવાની બાબતમાં પણ પુરૂષોને પાછળ છોડી દેતી હોય છે- અંકિતા ઓઝા આવું એક નામ છે. પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં નાયબ કલેક્ટરની નોકરી કરતી આ લાંચખોર મહિલાના લોકરમાંથી સોનાનો ઢગલો મળી આવ્યો છે.
ગત્ 25 ફેબ્રુઆરીએ આ મહિલા રૂ. 3 લાખની લાંચ લેવાના આરોપસર લાંચ રૂશવત વિરોધી શાખાના છટકામાં ઝડપાઈ ગઈ હતી. ત્યારબાદ તેના બેંક લોકર વગેરેની તપાસ હાથ ધરવામાં આવી. અંકિતાના લોકરમાંથી સોનાના 10 બિસ્કિટ અને સોનાની 7 લગડી મળી આવી છે. ACB એ તેણીનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલ્યું તેમાંથી સોનાનો આ ખજાનો મળી આવ્યો. આ સોનાની કિંમત ACB ના જણાવ્યા અનુસાર રૂ. 74,89,839 છે. લાંચના આ મામલામાં તેણી સાથે આ કચેરીનો પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાન નાગોરી પણ ઝડપાયો હતો. તેની પણ તપાસ ચાલુ છે. ACB ની આ કાર્યવાહીઓ ખાસ કરીને રાજ્યની કલેક્ટર કચેરીઓમાં ચર્ચાઓનો ચકચારી વિષય બની ગયો છે.(symbolic image)
