Mysamachar.in-અમદાવાદ:
વધુ એક લાંચીયો પોલીસકર્મી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ચુક્યો છે, આ વખતે વાત છે અમદાવાદ શહેરની આ કેસની એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસમાં ફરીયાદીના બે એક્ટીવા દારુનાં કેસમાં જમા નહીં લેવા તેમજ દારુનાં કેસમાં ફરીયાદીના ભાઇ તથા એક માણસને જવા દેવા અને ફરીયાદીનું નામ નહીં બતાવવા અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દીપસિંહ ધીરુભાઈ પઢેરીયાએ ફરીયાદી પાસેથી રૂ.65000 ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એ.સી.બી.નો સંપર્ક કરી, ફરીયાદ આપતા ફરિયાદીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા, આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં રૂ.65000 સ્વીકારી લાંચનાં છટકા દરમ્યાન પકડાઇ જતા એસીબીએ ધોરણસરની ઝડતી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.